ગુણોનો ભંડાર છે પરવળ,વજન ઘટાડવાથી લઈને લીવરને સ્વસ્થ રાખવા સુધીના અદ્ભુત ફાયદા

પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે.

તેમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

આયુર્વેદ અનુસાર, પરવળ લોહીને કુદરતી રીતે શુદ્ધ (Blood purify) કરવાનું કામ કરે છે, જેનાથી ત્વચા સંબંધિત રોગોમાં રાહત મળે છે.

પરવળમાં વિટામિન-સી સારી માત્રામાં હોય છે, જે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નું સ્તર ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

પરવળના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક ઉત્તમ શાકભાજી છે.

More Web Stories

હેલ્મેટ ખરીદતા પહેલા આટલું ચકાસોશિક્ષણમાં અવ્વલ છતાં હકો માટે લડત, જાણો ઈરાની મહિલાઓના સંઘર્ષ અને સાહસ વીશેએકપણ રૂપિયાના ખર્ચ વિના જૂનો ફોન બનશે સીસીટીવી કેમેરા!આ છે ગુજરાતના સૌથી ઠંડા અને સુંદર પર્યટન સ્થળોView All