ફ્રિજમાંથી આવતી અસહ્ય બદબૂથી છો પરેશાન? અપનાવો આ સરળ ઘરેલું ઉપાયો
ફ્રિજમાં રાખેલો બગડેલો કે વાસી ખોરાક તરત જ બહાર કાઢીને ફેંકી દો.
ફ્રિજના એક ખૂણામાં બેકિંગ સોડા (ખાવાનો સોડા) એક નાની વાટકીમાં ભરીને મૂકી રાખવો, જે બધી બદબૂ શોષી લેશે.
લીંબુના બે ટુકડા કરી અથવા તેનો રસ એક વાટકીમાં કાઢીને ફ્રિજમાં રાખવાથી ફ્રિજ એકદમ ફ્રેશ થઈ જશે.
વપરાયેલી ચાની પત્તીઓ (ટી બેગ્સ) અથવા થોડી કોફી પાવડર વાટકીમાં રાખી મૂકવાથી પણ ગંદી સ્મેલ દૂર થાય છે.
એક નાનો ટુકડો કોલસો (એક્ટિવેટેડ ચારકોલ) ફ્રિજમાં મૂકવાથી તે મજબૂત દુર્ગંધને પણ ઝડપથી ખેંચી લે છે.
પ્રવાહી વસ્તુઓ અને શાકભાજીને હંમેશા એર-ટાઈટ ડબ્બા કે કન્ટેનરમાં ઢાંકીને જ ફ્રિજમાં રાખવાનો આગ્રહ રાખો.