સાવધાન! આ રંગની કાર ખરીદશો તો ઉનાળામાં શેકાઈ જશો
કાળા રંગની કારમાં સૌથી વધારે ગરમી લાગે છે, કારણ કે તે સૂર્યના કિરણોને સૌથી વધુ શોષી લે છે.
વિજ્ઞાન અનુસાર, ડાર્ક કલર (ખાસ કરીને કાળો) પ્રકાશ અને હીટ એનર્જીને રિફ્લેક્ટ કરવાને બદલે પોતાનામાં સમાવી લે છે.
ઉનાળામાં સફેદ કારની સરખામણીએ કાળી કારની અંદરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી જાય છે.
કાળા સિવાય ડાર્ક બ્લુ, કથ્થઈ (બ્રાઉન) અને ડાર્ક ગ્રે રંગની કાર પણ વધુ ગરમ થાય છે.
તેની સામે સફેદ કે સિલ્વર રંગની કાર સૂર્યના કિરણોને રિફ્લેક્ટ (પરાવર્તિત) કરે છે, જેથી તે ઓછી ગરમ થાય છે.
કાળા રંગની કાર વધુ ગરમ થવાને કારણે તેની અંદર એસી (AC) ને કેબિન ઠંડુ કરવામાં વધુ સમય અને ઈંધણ બગડે છે.તો કાળા કે ઘાટા રંગની કાર ખરીદવાનું ટાળવું જોઈએ.