કોઈપણ મોટી કંપનીમાં સીઈઓ એટલે કે મુખ્ય કાર્યકારી અધિકારીનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
સીઈઓ કંપનીના સમગ્ર વ્યવસાય, નિર્ણયો, નીતિઓ અને વિકાસ માટે જવાબદાર હોય છે.જ્યારે કોઈ સીઈઓ રાજીનામું આપે છે ત્યારે કંપની માટે નવા વડાની પસંદગી કરવી મોટો પડકાર બને છે.
સામાન્ય રીતે નવા સીઈઓની પસંદગીની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે હોય છે.ત્યારબાદ નવા સીઈઓ માટે જરૂરી લાયકાત, અનુભવ અને નેતૃત્વ ક્ષમતાઓ નક્કી કરવામાં આવે છે.
ઘણી કંપનીઓ પોતાના આંતરિક અધિકારીઓમાંથી જ નવા સીઈઓની પસંદગી કરવાનું પસંદ કરે છે.
આ માટે કંપનીના સીઓઓ, સીએફઓ અથવા અન્ય વરિષ્ઠ અધિકારીઓનાં નામ પર વિચાર કરવામાં આવે છે.
જો કંપનીને યોગ્ય ઉમેદવાર આંતરિક રીતે ન મળે તો બહારથી પણ અનુભવી વ્યક્તિની શોધ કરવામાં આવે છે.