ભારતનું મુખ્ય અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્ર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું છે.આ કેન્દ્રને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
અહીંથી જ ઇસરો દ્વારા મોટાભાગનાં ઉપગ્રહો અને રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવે છે.શ્રીહરિકોટાની પસંદગી પાછળ અનેક ભૌગોલિક અને વૈજ્ઞાનિક કારણો છે.
સૌથી મોટું કારણ એ છે કે શ્રીહરિકોટા બંગાળની ખાડીના કિનારે આવેલું છે. દરિયાકાંઠે હોવાને કારણે રોકેટ પ્રક્ષેપણ દરમિયાન સુરક્ષાની વધુ સુવિધા મળે છે.
રોકેટના કોઈ ભાગ પ્રક્ષેપણ બાદ અલગ થાય તો તે દરિયામાં પડી શકે છે. આથી વસ્તીવાળા વિસ્તારોમાં નુકસાન થવાનું જોખમ ઓછું રહે છે.
તે ભારતના પૂર્વીય દરિયાકાંઠે આવેલું હોવાથી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં મદદ મળે છે.
ભારતના ચંદ્રયાન, મંગળયાન અને અન્ય અનેક મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ અભિયાનોનું પ્રક્ષેપણ અહીંથી કરવામાં આવ્યું છે.શ્રીહરિકોટા મુખ્ય ભૂમિથી થોડું અલગ ટાપુ જેવું ભૌગોલિક સ્થાન ધરાવે છે.