કેસર દુનિયાના સૌથી મોંઘા મસાલાઓમાંનું એક છે, જેને ઘણીવાર લાલ સોનું પણ કહેવામાં આવે છે.
તેની ઊંચી કિંમત પાછળનું મુખ્ય કારણ તેની ખેતી અને તેને તૈયાર કરવાની મુશ્કેલ પ્રક્રિયા છે.કેસર ક્રોકસ નામના સુંદર જાંબલી રંગનાં ફૂલોમાંથી મેળવવામાં આવે છે.
આ ફૂલની અંદર લાલ રંગના ત્રણ નાજુક તાંતણા હોય છે, જેને કેસર કહેવામાં આવે છે. એક કિલો શુદ્ધ કેસર તૈયાર કરવા માટે અંદાજે 1.5થી 2 લાખ ફૂલોની જરૂર પડી શકે છે.
દરેક ફૂલમાંથી માત્ર ત્રણ જ કેસરના તાંતણા મળે છે, જેના કારણે તેનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.
કેસરનાં ફૂલોને ખીલ્યા પછી ખૂબ જ કાળજીપૂર્વક હાથથી તોડવામાં આવે છે.ત્યારબાદ દરેક ફૂલમાંથી લાલ તાંતણાને અલગ કરવાની પ્રક્રિયા પણ હાથથી કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય, મહેનત અને કુશળતાની જરૂર પડે છે.ભારતમાં જમ્મુ-કાશ્મીરના પંપોર વિસ્તારનું કેસર ખાસ પ્રખ્યાત છે.