ચીનનું સૌથી મોંઘું ઘર,1200 કરોડના આલીશાન મહેલની અંદરનો નજારો જોઈને આંખો અંજાઈ જશે!
ચીનની મેઇનલેન્ડનું સૌથી મોંઘું ઘર સુઝોઉ (Suzhou) શહેરના દુશુ તળાવ પર એક ખાનગી ટાપુ પર આવેલું છે.
આ આલીશાન મહેલ જેવા ઘરનું નામ 'તાઓહુઆયુઆન' છે, જેનો અર્થ 'યુટોપિયા' અથવા 'શાંતિની ભૂમિ' થાય છે.
આ મેગા મેન્સનની કિંમત આશરે 1 અબજ ચીની યુઆન (આશરે 154 મિલિયન ડોલર એટલે કે 1,200 કરોડ રૂપિયાથી વધુ) છે.
આ વિશાળ પ્રોપર્ટી 72,441 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તેને બનાવવામાં પૂરા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.
આ ઘરમાં 32 આલીશાન બેડરૂમ અને 32 બાથરૂમ છે, અને ખાસ વાત એ છે કે બધા જ બેડરૂમ દક્ષિણ દિશા તરફ ખુલે છે.
ઘરની અંદર યુનેસ્કો હેરિટેજ શૈલીના પરંપરાગત બગીચાઓ, એક વિશાળ વાઇન સેલર અને લેક-વ્યૂ સ્વિમિંગ પૂલ છે.
આ આખું ઘર ચીની ફેંગશુઈના નિયમો અને અદભૂત કલાત્મક હાથબનાવટની ઇંટોથી તૈયાર કરવામાં આવ્યું છે.