સોનું અસલી છે કે નકલી, આ પદ્ધતિથી ઘરે બેઠા ઓળખી શકશો
સોનું અસલી છે કે નકલી તે ઘરે બેઠા અથવા સામાન્ય તપાસ દ્વારા પણ જાણી શકાય છે, આ રીતે ચકાશો શુદ્ધતા
સોનાની શુદ્ધતા 22K, 18K અથવા 24K કેરેટ તરીકે વ્યક્ત કરવામાં આવે છે.
સરકારી માન્યતા પ્રાપ્ત BIS હોલમાર્કનું નિશાન તેમજ કેરેટ કોડ અને 6 આંકડાનો યુનિક આલ્ફાન્યૂમેરિક કોડ (HUID) લખેલો હોય તે અસલી સોનું છે
સોનાનો ચુંબક ટેસ્ટ, ચુંબકને સોનાની નજીક લઈ જાઓ અને સોનું તેની તરફ ખેંચાય, તો સમજી લેવું કે તેમાં લોખંડ, નિકલ કે અન્ય સસ્તી ધાતુઓની ભેળસેળ છે.
કોઈપણ અનગ્લેઝ્ડ સિરામિક પ્લેટ કે ટાઈલ્સ લઈ સોનાના દાગીનાને હળવેથી ઘસો, પ્લેટ પર સોનેરી અથવા પીળી લીટી પડે, તો સોનું અસલી છે.
પાણીનો ટેસ્ટ, સોનાની ઘનતા વધુ હોવાથી તે વજનદાર હોય છે, પાણીના વાસણમાં અસલી સોનું હશે તો તળિયે બેસી જશે
સોનાનો સ્કીન ટેસ્ટ, અસલી સોનું ક્યારેય પરસેવા સાથે કોઈ કેમિકલ રિએક્શન કરતું નથી અને તેનાથી ત્વચા પર કોઈ ડાઘ પડતા નથી.
વિશ્વસનીય જ્વેલર્સ પાસે જઈને કેરેટોમીટર મશીનથી સોનાની શુદ્ધતાની તપાસ કરાવવી સૌથી હિતાવહ છે.
ખરીદી કરતી વખતે હંમેશા બિલ અને હોલમાર્કવાળા સોનાના ઘરેણાં ખરીદો.