દુબઈના આકાશને આંબતા બુર્જ ખલીફામાં ફ્લેટ ખરીદવો છે? જાણો કેટલા કરોડમાં મળે છે ઘર
1 BHK ફ્લેટ: આ નાની સાઇઝના ફ્લેટની શરૂઆત આશરે 6થી 8 કરોડ રૂપિયા વચ્ચે થાય છે.
2 BHK ફ્લેટ: મધ્યમ કદના આ ફ્લેટની કિંમત સામાન્ય રીતે10 કરોડથી 16 કરોડ રૂપિયા સુધીની હોય છે.
3 કે 4 BHK ફ્લેટ: આ વૈભવી ફ્લેટની કિંમત 20 કરોડથી શરૂ થઈને 60 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે.
પેન્ટહાઉસ: આ આલીશાન આવાસની કિંમત 70 કરોડથી લઈને 400 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભાડાની આવક: જો કોઈ અહીં ફ્લેટ ભાડે આપવા માંગે, તો વાર્ષિક આશરે 25 લાખથી 60 લાખ રૂપિયા સુધીનું ભાડું મળી શકે છે.
સરચાર્જ: ફ્લેટની કિંમત ઉપરાંત દર વર્ષે લાખો રૂપિયાનો મેન્ટેનન્સ અને સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવો પડે છે.
દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટના ઉતાર-ચઢાવ અને ફ્લેટ ફર્નિશ્ડ છે કે નહીં, તેના પર આખરી કિંમતનો આધાર રહે છે.