ભારતમાં અનેક પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તો માટે વિશેષ ડ્રેસ કોડના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.આ નિયમો મંદિરની પરંપરા અને પવિત્રતા જાળવવાના હેતુથી બનાવવામાં આવ્યા છે.
તિરુમલા તિરુપતિ બાલાજી મંદિરમાં શાલીન અને પરંપરાગત વસ્ત્રો પહેરવાની સલાહ આપવામાં આવે છે. પદ્મનાભસ્વામી મંદિર (કેરળ)માં પુરુષો માટે ધોતી અને મહિલાઓ માટે સાડી અથવા પરંપરાગત વસ્ત્રો ફરજિયાત છે.
ગુરુવાયૂર શ્રીકૃષ્ણ મંદિરમાં પણ પરંપરાગત ડ્રેસ કોડનું કડક પાલન કરાવવામાં આવે છે. સબરીમાલા અય્યપ્પા મંદિરમાં ભક્તોએ ધાર્મિક પરંપરા અનુસાર વસ્ત્રો પહેરવાના હોય છે.
જગન્નાથ મંદિર, પુરીમાં પણ શિસ્તબદ્ધ અને ભારતીય પરંપરાગત વસ્ત્રોને પ્રાધાન્ય આપવામાં આવે છે.કાશી વિશ્વનાથ મંદિરમાં શાલીન વસ્ત્રો પહેરીને દર્શન કરવાની સલાહ આપવામાં આવે છે.
વૈષ્ણો દેવી ભવનમાં પણ ભક્તોને યોગ્ય અને સંસ્કારી પહેરવેશ રાખવા સૂચના આપવામાં આવે છે.મીનાક્ષી અંમ્મન મંદિર (મદુરાઈ)માં અશોભનીય કપડાં પહેરીને પ્રવેશ કરવાની મંજૂરી નથી.
ઘણા મંદિરોમાં શોર્ટ્સ, સ્લીવલેસ કપડાં અને ફાટેલા જીન્સ પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ છે.કેટલાક મંદિરોમાં જરૂરિયાતમંદ ભક્તોને ધોતી અથવા શાલ ભાડે અથવા નિઃશુલ્ક આપવામાં આવે છે.દરેક મંદિરના ડ્રેસ કોડના નિયમો અલગ-અલગ હોઈ શકે છે.