તમારી આ ભૂલો બાળકોના વિકાસમાં નુકસાનકારક
માતાપિતા અજાણતા એવી ભૂલો કરે છે જે તેમના બાળકના ગ્રોથને અટકાવી દે છે
વધુ પડતો સ્ક્રીન ટાઈમ તેમની કલ્પનાશક્તિ, એકાગ્રતા અને મગજના વિકાસને ધીમો પાડે છે, આંખનું સ્વાસ્થ્ય બગડે છે
પૂરતી ઊંઘ અને અનિયમિત રૂટિનથી બાળકોનો વિકાસ અટકે છે, કારણ કે ઊંઘ દરમિયાન જ શરીરમાં ગ્રોથ હોર્મોન્સ મુક્ત થાય છે.
બાળકોને લંચબોક્સ અને નાસ્તામાં વારંવાર અપાતા જંક ફૂડથી તેમના હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે
જો બાળક આખો દિવસ ઘરની અંદર જ બેસી રહેતું હોય અને બહાર રમવા ન જતું હોય, તો તેનો સ્નાયુબદ્ધ વિકાસ બરાબર થતો નથી
બહાર રમવાથી બાળકનો શારીરિક વિકાસ તો થાય જ છે, સાથે તેનામાં સામાજિક કૌશલ્યો અને આત્મવિશ્વાસ પણ વધે છે.
બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે માત્ર સારો ખોરાક જ નહીં આસપાસનું વાતાવરણ અને માતા-પિતાની આદતો પણ મહત્વની છે