ચોમાસામાં કયા શાકભાજી ના ખાવા જોઈએ
ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને લીધે બેક્ટેરિયા, વાયરસ અને જીવાતો ઝડપથી વધે છે
વરસાદી ઋતુમાં પાચનશક્તિ નબળી પડતા પેટની સમસ્યામાં વધે છે, તંદુરસ્ત રહેવા આ સિઝનમાં કેટલાક શાકભાજીનું સેવન ટાળવું
ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં કીડા, ઈયળો અને બેક્ટેરિયાનું જોખમ છે, તે જલ્દી બગડી જતા પેટમાં ઈન્ફેક્શન પેદા કરી શકે છે.
વરસાદની ઋતુમાં કાચા શાકભાજી પર હાનિકારક બેક્ટેરિયા ચોંટેલા હોય છે, આ દિવસોમાં કાચું સલાડ નહીં શાકભાજીને બરાબર રાંધીને કે બાફીને જ ખાવા જોઈએ.
ચોમાસામાં મશરૂમની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. તેને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ રહે છે.
ચોમાસામાં રીંગણમાં અંદરથી ઈયળો કે કીડા પડવાની શક્યતા ઘણી વધી જાય છે. આ સિવાય રીંગણ એલર્જી કે ત્વચાની સમસ્યાઓ વધારે છે
ફ્લાવરના ફૂલોની વચ્ચે નાના-નાના કીડા અને જીવાતો સંતાઈ રહે છે, જે નરી આંખે જલ્દી દેખાતા નથી તેને ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
રૂટ વેજીટેબલ્સ ચોમાસામાં સતત ભીની માટીના સંપર્કમાં હોવાથી તેમાં જલ્દી ફૂગ થતી હોવાથી તેને ખૂબ સારી રીતે ધોઈને અને ઉકાળીને જ વાપરવા.