સોશિયલ મીડિયા પર ફેક્ટરીઓમાં બનતા ખોરાકની ગંદકીના વીડિયો જોઈને બજારની વસ્તુઓ ટાળવી જ હિતાવહ છે.
બજારમાં માત્ર 20 રૂપિયામાં મળતી આદુ-લસણનું પેસ્ટ કઈ રીતે અને કેવી સ્થિતિમાં બને છે તે કોઈ નથી જાણતું.
રસોઈને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે ઘરે જ તાજી આદુ-લસણની પેસ્ટ બનાવવી સૌથી ઉત્તમ છે.
લસણ ફોલવા માટે સૌ પહેલાં તેને આખેઆખું (છોલ્યા વગર) છરીથી નાના ટુકડામાં કાપી લો.
કાપેલા લસણમાં થોડો મેંદો કે કોર્ન ફ્લોર ઉમેરીને હળવા હાથે મિક્સ કરો અને થોડીવાર રહેવા દો.
વાસણને બરાબર હલાવવાથી લસણના ફોતરાં આપોઆપ અલગ થઈ જશે, ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
1 કિલો લસણની પેસ્ટ બનાવી રહ્યા હોવ, તો તેમાં 400 થી 500 ગ્રામ જેટલું જ આદુ ઉમેરવું જોઈએ.
આદુ-લસણને મિક્સરમાં પીસતી વખતે ક્યારેય પાણી ન નાખવું, નહીં તો પેસ્ટ લાંબો સમય નહીં ટકે.
પેસ્ટને લાંબો સમય સાચવવા માટે પાણીના બદલે મિક્સરમાં સહેજ ખાવાનું તેલ (Oil) ઉમેરીને ગ્રાઇન્ડ કરો.