બીટરૂટ કાંજી પીવાના ફાયદા, જાણો કેટલા પ્રમાણમાં પીવી?

credits: Meta AI

કાંજી એ સદીઓ જૂનું, કુદરતી રીતે આથો લાવીને (Fermented) તૈયાર કરાતું પરંપરાગત ભારતીય પીણું છે

ગાજર, બીટ અથવા ચોખાને પાણી, રાઈ અને મસાલા સાથે કાચની બરણીમાં ભરીને 2 થી 4 દિવસ તડકામાં રાખીને આથો લાવવામાં આવે છે.

દહીં અને છાશની જેમ કાંજી પણ એક શક્તિશાળી હોમમેઇડ પ્રોબાયોટિક ડ્રિંક છે, જે ગુડ બેક્ટેરિયાથી ભરપૂર હોય છે.

આ પીણું સ્વાદમાં થોડું ખાટું અને ચટાકેદાર હોય છે તથા તેની તાસીર શરીરને ઠંડક આપનારી હોય છે.

કાંજીમાં રહેલા ગુડ બેક્ટેરિયા પેટને સાફ રાખે છે, ગેસ-એસીડીટી દૂર કરે છે અને હાજમો એકદમ દુરસ્ત રાખે છે.

આ હેલ્ધી ડ્રિંક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આખા શરીરને અંદરથી મજબૂતી આપે છે.

કાંજી પીવાનો સૌથી ઉત્તમ સમય સવારે ખાલી પેટે અથવા બપોરના જમવાના થોડા સમય પહેલાનો છે.

રોજ માત્ર એક નાનો ગ્લાસ (150 થી 200 મિલી) કાંજી પીવી પૂરતી છે. એકવાર બનાવ્યા પછી તમે તેને ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.

આમ તો કાંજી શિયાળામાં વધુ બનાવાય છે, પરંતુ તેની ઠંડી તાસીરના કારણે ઉનાળામાં તે શરીર માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

More Web Stories

વાળનો પ્રાકૃતિક ગ્રોથ થશે, જાણો લાકડાના કાંસકાના ફાયદાતમારી આ ભૂલો બાળકોના વિકાસમાં નુકસાનકારકકુદરતી વાળ થશે કાળા આ ઘરેલુ નુસ્ખો અજમાવી લોચોમાસામાં કયા શાકભાજી ના ખાવા જોઈએView All