કાળઝાળ ગરમીમાં કેમ ઓછી થઈ જાય છે કામ કરવાની શક્તિ? જાણો સુસ્તી અને થાક પાછળનું વૈજ્ઞાનિક કારણ!
કાળઝાળ ગરમીમાં કેમ ઓછી થઈ જાય છે કામ કરવાની શક્તિ? જાણો વૈજ્ઞાનિક કારણ.
વધતા તાપમાનના કારણે શરીર પોતાની જાતને ઠંડુ રાખવા માટે વધુ ઉર્જા વાપરે છે, જેનાથી થાક લાગે છે.
ગરમીમાં પુષ્કળ પરસેવો થવાને લીધે શરીરમાં પાણી અને જરૂરી ક્ષારો (ઇલેક્ટ્રોલાઇટ્સ) ઘટી જાય છે.
ડિહાઇડ્રેશનના કારણે મગજ સુધી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેથી એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે છે.
અતિશય ગરમીમાં બ્લડ પ્રેશર લો થવા લાગે છે, જે સુસ્તી અને આળસનું મુખ્ય કારણ બને છે.
ઉર્જા જાળવી રાખવા માટે આખો દિવસ નિયમિત અંતરે પાણી, લીંબુ શરબત અથવા નાળિયેર પાણી પીતા રહો.