ચંડીગઢમાં સેક્ટર-13 કેમ નથી? જાણો રોમાંચક અને રસપ્રદ વાત
આખા શહેરનું પ્લાનિંગ માનવ શરીરના આધારે થયું છે, જેમાં સેક્ટર-૧ તેનું 'માથું' (Head) અને સેક્ટર-૧૭ તેનું 'દિલ' (Heart) કહેવાય છે.
ચંડીગઢમાં 'સેક્ટર ૧૩' અસ્તિત્વમાં જ નથી! આ શહેરના ફ્રેન્ચ આર્કિટેક્ટ ૧૩ નંબરને અશુભ માનતા હોવાથી તેમણે આ સેક્ટર બનાવ્યું જ નહોતું.
અહીંનું પ્રખ્યાત 'ઓપન હેન્ડ મોન્યુમેન્ટ' પવનની દિશામાં ફરે છે, જેનો રોમાંચક સંદેશ છે- "શાંતિથી આપવા અને લેવા માટે હંમેશા ખુલ્લો હાથ".
અહીંનું વિશ્વપ્રસિદ્ધ 'રોક ગાર્ડન' નેક ચંદ નામના વ્યક્તિએ સરકારી જમીન પર તૂટેલી બંગડીઓ, ટાઇલ્સ અને વેસ્ટ કચરામાંથી ચોરીછૂપીથી બનાવ્યું હતું.
શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર તમને ટ્રાફિક સિગ્નલ જોવા નહીં મળે, ટ્રાફિક નિયંત્રણ માટે અહીં અદભુત 'રાઉન્ડઅબાઉટ' (ગોળ ચક્કર) બનાવેલા છે.
આ એક માનવસર્જિત તળાવ છે, જ્યાં પ્રદૂષણ અને ઘોંઘાટ અટકાવવા માટે મોટરથી ચાલતી બોટ પર સખત પ્રતિબંધ છે, અહીં માત્ર હલેસાવાળી બોટ ચાલે છે.
ચંડીગઢ દેશનું પહેલું એવું શહેર હતું જેને સત્તાવાર રીતે 'ધૂમ્રપાન મુક્ત' (Smoke-Free) જાહેર કરવામાં આવ્યું હતું અને અહીં દેશમાં સૌથી વધુ હરિયાળી છે.