દુનિયાનો સૌથી ખુશહાલ દેશ ફિનલેન્ડ વીશે જાણો

ફિનલેન્ડ ઉત્તરી યુરોપમાં આવેલો એક નાનો અને સુંદર દેશ છે, જે સતત નવમી વખત દુનિયાનો સૌથી ખુશહાલ દેશ બન્યો છે.

અહીંની સરકાર નાગરિકોને ઉત્તમ મફત શિક્ષણ, ઉચ્ચ સ્તરની આરોગ્ય સુવિધાઓ અને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

ફિનલેન્ડમાં વિશાળ જંગલો અને હજારો સરોવરો આવેલા છે; પ્રકૃતિ સાથેનો આ સીધો સંપર્ક લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે.

આ દેશમાં લોકોનો એકબીજા પ્રત્યે અને પોતાની સરકાર તેમજ કાયદાકીય સંસ્થાઓ પર અદભુત વિશ્વાસ છે, જે નકારાત્મકતા ઘટાડે છે.

અહીં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતાનું સ્તર ઘણું ઊંચું છે, તેમજ ગુનાખોરીનો દર નહિવત હોવાથી આ દેશ અત્યંત સુરક્ષિત છે.

ફિનલેન્ડના લોકો બહુ ભૌતિકવાદી હોવાને બદલે શાંત, સાદગીપૂર્ણ અને વર્તમાનમાં જીવનારી 'સંતોષી' જીવનશૈલી પસંદ કરે છે.

અહીં કામના કલાકો મર્યાદિત હોય છે, જેથી લોકોને પોતાના પરિવાર, મિત્રો અને શોખ માટે પૂરતો સમય મળી રહે છે.

More Web Stories

કેવી રીતે વધારવી Android ફોનની Speed?UPI પેમેન્ટ ફેલ થવા પર ક્યારે પૈસા પરત મળે?ઇન્ડોનેશિયામાં કેટલા છે હિંદુ મંદિર ?ચોમાસામાં રોગચાળાથી બચવું છે? ડાયેટમાં સામેલ કરો આ 7 સુપરફૂડ ફળView All