ડોક્ટરના મતે આ ઉંમર માતા બનવાનો શ્રેષ્ઠ સમય
માતા બનવું એ દરેક સ્ત્રી માટે એક મોટો અને વ્યક્તિગત નિર્ણય છે.
ડોક્ટરોના મતે, મહિલાઓ માટે ગર્ભધારણ કરવા માટે 20 થી 30 વર્ષની ઉંમર સૌથી શ્રેષ્ઠ અને સલામત માનવામાં આવે છે
20 થી 30ની ઉંમરે મહિલાઓના શરીરમાં પ્રજનનક્ષમતા વધુ ગુણવત્તાયુક્ત અને સંખ્યા બંને ખૂબ જ સારી હોય છે.
આ સમયગાળામાં મહિલાઓ શારીરિક અને માનસિક રીતે પણ બાળક ઉછેરવા માટે વધુ સક્ષમ હોય છે.
જયારે 30 વર્ષની ઉંમર પછી પ્રજનન ક્ષમતા (Fertility) ધીમે-ધીમે ઘટવા લાગે છે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે 35 વર્ષ પછી સ્વાસ્થ્ય સમસ્યાના લીધે ગર્ભધારણમાં મુશ્કેલી આવી શકે છે.
નાની ઉંમરે ગર્ભાવસ્થા દરમિયાન કૉમ્પ્લિકેશન્સ, હાઈ બ્લડ પ્રેશર અને કસુવાવડ (Miscarriage) જેવું જોખમ ઘણું ઓછું રહે છે.
માતા બનવાનો નિર્ણય ફક્ત ઉંમર પર જ નહીં, પણ માનસિક અને નાણાકીય બાબત ઉપરાંત જીવનશૈલી પર પણ આધાર રાખે છે.