રોટલી કે ભાત, વજન ઘટાડવા શું છોડવું જોઈએ
રોજિંદા આહારમાં મોટાભાગના લોકો બપોરના ભોજનમાં દાળભાત, શાક-રોટલી અને ફરસાણ જરૂર ખાય છે
વજન ઘટાડવા માગતા લોકોએ પોતાની થાળીમાંથી રોટલી કે ભાત, આ બંનેમાંથી શું છોડવું જોઈએ
ભાત અને રોટલી બંને કાર્બોહાઇડ્રેટ્સના સારા સ્ત્રોત છે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
1 નાની રોટલી અને 1 નાની વાટકી ભાતમાં સરખી કેલરી હોય છે, જો કે રોટલીમાં ફાઈબર વધુ મળે છે
ભાત પચવામાં ખૂબ જ સરળ હોય છે, જેનાથી પેટ ઝડપથી હળવું થઈ જાય છે પણ ફરી ભૂખ પણ વહેલી લાગે છે.
સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસમાં વધુ ફાઈબર હોય છે, તમે રોટલીની સાથે તેને ટ્રાય કરી શકો છો
વજન ઘટાડવામાં ખોરાકનો પ્રકાર નહીં માત્રા મહત્વની, રોજિંદા આહારમાં રોટલી કે ભાત બંનેમાંથી એક છોડી શકો છો
આમ, છતાં રોજિંદા આહારમાં વજન ઘટાડવા માટે ભાત કરતાં રોટલી ઘણીવાર સારો વિકલ્પ માનવામાં આવે છે