બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા જાણી લો મેથી ખાવાની રીત
ડાયાબિટીસમાં બ્લડ સુગર નિયંત્રણમાં રાખવું હોય તો મેથી ખાવાની આ રીત જાણી લો
મેથીમાં રહેલું 'ગેલેક્ટોમેનન' (સોલ્યુબલ ફાઇબર) લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જેથી બ્લડ શુગર અચાનક વધતું નથી.
મેથીના દાણામાં રહેલું '4-હાઇડ્રોક્સીઇસોલ્યુસિન' નામનું એમિનો એસિડ શરીરમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવને પ્રોત્સાહિત કરે છે.
1 ચમચી મેથીના દાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણી પીવું અને દાણા ચાવીને ખાઈ જવા.
મેથીના દાણાને શેકીને બનાવેલો પાવડર રોજ સવારે અથવા સાંજે નવશેકા પાણી સાથે ૧ ચમચી લઈ શકાય.
ડાયાબિટીસના દર્દીઓમાં વધતું કોલેસ્ટ્રોલ અને વજન પણ મેથીના નિયમિત સેવનથી નિયંત્રણમાં રહે છે.