ઘણા લોકો એવા હોય છે જેમને દૂધ ભાવતુ નથી. પરંતુ દૂધ નહી પીએ તો કેલ્શિયમ શેમાંથી મળશે?
આજે આપણે જાણીએ જો દૂધ ન ભાવે તો શું ખાવુ જોઇએ
રાગીનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થાય છે અને હાડકાં મજબૂત બને છે.
પાલક જેવા લીલા શાકભાજી ખાવાથી કુદરતી રીતે કેલ્શિયમ અને પોષક તત્વો મળી રહે છે.
સંતરા વિટામિન ડી અને કેલ્શિયમનો એક ઉત્તમ કુદરતી સ્ત્રોત છે.
સંતરાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની પૂર્તિ આસાનીથી થઈ જાય છે.
અંજીર ખાવાથી હાડકાંને મજબૂતી મળે છે અને ફાઇબર મળી રહે છે.
અંજીરમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.
બીન્સ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રાપ્ત થાય છે.
બીન્સનું સેવન કરવાથી વજન ઘટાડવામાં અને સ્નાયુઓ મજબૂત કરવામાં મદદ મળે છે.
રોજ 4 થી 5 બદામ ખાવાથી કેલ્શિયમ, વિટામિન ઈ અને આયર્ન મળે છે.