મોંઘા લેધરના જૂતા અને જેકેટ નવા જેવા ચમકશે, ટ્રાય કરો આ સિક્રેટ ટીપ્સ
સ્ટાઇલિશ જેકેટ, જૂતા અથા બેગ જેવી ચામડાની મોંઘી વસ્તુઓ વર્ષો સુધી નવા જેવી રાખવી હોય તો આ ટીપ્સ કામ લાગશે
ચામડાના જૂતા, જેકેટ કે બેગ પરથી ધૂળ સાફ કરવા માટે હંમેશા નરમ અને સૂકા સુતરાઉ કાપડનો ઉપયોગ કરો.
લેધરની વસ્તુઓને પાણી અને ભેજથી દૂર રાખો; જો તે ભીની થઈ જાય, તો તેને પંખા નીચે કુદરતી રીતે સુકવો, ક્યારેય હીટર કે સીધા તડકામાં ન મૂકો.
જેકેટને હંમેશા મજબૂત હેંગર પર લટકાવો અને બેગ કે જૂતાના આકારને જાળવી રાખવા માટે તેની અંદર બટર પેપર અથવા ન્યૂઝપેપર ભરીને રાખો.
ચામડું સુકાઈને તેમાં તિરાડો ના પડે તે માટે દર 3-4 મહિને તેના પર સારી ગુણવત્તાનું લેધર કંડિશનર અથવા ક્રીમ લગાવો.
આ વસ્તુઓને ક્યારેય પ્લાસ્ટિકની બેગમાં બંધ કરીને ન રાખો; તેને રાખવા માટે હંમેશા બ્રીધેબલ કોટન (સુતરાઉ) બેગનો જ ઉપયોગ કરો.
જો કોઈ ડાઘ પડે, તો તેને ઘસવાને બદલે લેધર ક્લીનરની મદદથી હળવા હાથે તરત જ સાફ કરી લો જેથી ડાઘ પાકો ન થાય.