વાળને સફેદ થતા અટકાવશે આંબળાનું પાણી, આ રીતે ઘરે તૈયાર કરો

credits: meta ai

આંબળામાં વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. નિયમિત ઉપયોગથી વાળને મજબૂતી મળી શકે છે.

તે વાળ ખરવાની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આંબળાનું પાણી વાળને સમય પહેલાં સફેદ થતાં અટકાવવામાં પણ સહાયક માનવામાં આવે છે.

ઘરે આંબળાનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. સૌપ્રથમ 5થી 6 સુકા અથવા તાજા આંબળા લો.

તેને નાના ટુકડામાં કાપીને બે ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળતા રહો.ત્યારબાદ પાણી ઠંડું કરીને ગાળી લો.

આ તૈયાર થયેલું આંબળાનું પાણી બોટલમાં ભરી રાખો. વાળ ધોયા પછી આ પાણીથી સ્કાલ્પ અને વાળ પર લગાવો.

અઠવાડિયામાં 2થી 3 વખત તેનો ઉપયોગ કરી શકાય છે.આંબળાનું પાણી વાળમાં કુદરતી ચમક લાવવામાં પણ મદદ કરે છે.

More Web Stories

શરીર માટે વિટામિન k કેટલુંજરૂરીસ્કીનને બનાવશે એકદમ ગ્લોઇંગ, ખાઓ આ એક ફ્રુટજૂની સુકાઈ ગયેલી નેઈલ પેઇન્ટ કયા કામમાં આવશે જાણોપાણી પીવાથી સ્કિન રહેશે હાઇડ્રેટ જાણો ફાયદાView All