જૂની સુકાઈ ગયેલી નેઈલ પેઇન્ટ કયા કામમાં આવશે જાણો
નેઈલ પોલિશ ફકત મહિલાઓના હાથને જ સુંદર બનાવતી નથી પરંતુ સુકાઈ ગયા બાદ પણ ઉપયોગમાં લઈ શકાય છે
જૂની કે સુકાઈ ગયેલી નેઈલ પેઇન્ટને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ ઘરના કામોમાં કરી શકો છો
ઘર કે ઓફિસની એકસરખી દેખાતી ચાવીઓને અલગ-અલગ ઓળખવા તેના ઉપરના ભાગે જુદા જુદા રંગની નેઈલ પેઇન્ટ લગાવી દો.
શર્ટ કે કપડાંના બટન જે દોરાથી સીવેલા હોય, તેની પર પારદર્શક નેઈલ પેઇન્ટ લગાવાથી દોરા નીકળી જતા નથી અને બટન મજબૂત રહે છે.
કોઈ ચિઠ્ઠી કે પરબીડિયું બંધ કરતી વખતે જો ગુંદર ન હોય, તો તેની કિનારી પર નેઈલ પેઇન્ટ લગાવીને તેને સરળતાથી ચોંટાડી શકાય છે.
ઘરમાં ધાતુની વસ્તુઓ પર જ્યાંથી કલર ઉખડી ગયો હોય ત્યાં નેઈલ પેઇન્ટ લગાવવાથી કાટ લાગતો અટકે છે.
આર્ટિફિશિયલ દાગીના (જેમ કે રિંગ કે ચેઇન) પર પારદર્શક નેઈલ પેઇન્ટનું પાતળું પડ લગાવવાથી તેનો ચમક જળવાઈ રહે છે
સુકાઈ ગયેલી નેઈલ પોલિશન ફેંકવાના બદલે તમે ઘરના આ કામોમાં રીયુઝ કરી શકો છો