માટી વગર ઘરે ઉગાડો આ લકી પ્લાન્ટ્સ, ઘર બનશે પ્રદૂષણ મુક્ત અને આકર્ષક
ફૂદીનાનો છોડને ખાતરની જરૂર નથી તેને પાણીમાં ઉગાડી શકો છો, આ છોડ તમારા ઘરને સુગંધથી ભરી દેશે
સ્પાઈડર પ્લાન્ટ છોડનું એક નાનું થડ પાણીમાં મૂકો. તેમાંથી એક નવો છોડ નીકળશે. સ્પાઈડર પ્લાન્ટ તમારા ઘરની હવાને શુદ્ધ કરે છે.
પોથોસ છોડ પાણીમાં પણ ઝડપથી વધે છે, આ છોડ ઘરને પ્રદૂષણ મુક્ત કરશે, તેના પાંદડા અને દાંડીની કાપણી કરવાથી તે ઝડપથી વધશે.
ફિલોડેન્ડ્રોન છોડ પાણીમાં પણ સારી રીતે ઉગે છે, તેના પાંદડા હૃદયના આકાર જેવા છે, તે ઘરને તાજગી આપે છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે.
લકી બામ્બૂને માટી વગર ઉગાડી શકાય છે, આ ખૂબ જ શુભ છોડ છે, જે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.
મની પ્લાન્ટ એક એવો છોડ છે જે માટી અને પાણી બંનેમાં ટકી શકે છે, તેની એક વેલાને પાણીથી ભરેલી કાચની બોટલમાં મૂકો, અને તે લીલો રહેશે અને સતત વધશે.