ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સબ્જા બીજ, જાણો ફાયદા
સબ્જાના બીજ કે જેને તકમરીયા પણ કહેવાય છે, ઉનાળામાં તેનું સેવન સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો કરે છે
સબ્જાના બીજની પ્રકૃતિ ઠંડી હોવાથી ઉનાળામાં શરીરની ગરમીને શાંત રાખવામાં અને લૂથી બચાવવામાં મદદ કરે છે.
સબ્જાના બીજમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરની ઇમ્યુનિટી મજબૂત કરી ચેપી રોગો સામે રક્ષણ આપે છે.
એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સથી ભરપૂર હોવાને કારણે તે ત્વચા પર કુદરતી ગ્લો લાવે છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે
ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે સબ્જાના બીજ ગુણકારી છે, કારણ કે તે શરીરમાં ગ્લુકોઝના સ્તરને અચાનક વધતું અટકાવે છે.
આ બીજમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર હોય છે. પાણીમાં પલાળ્યા પછી તે ફૂલી જાય છે, જેને ખાવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નું સ્તર ઘટાડે છે, જેનાથી હૃદયની નળીઓ સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે