કડવી ચાનો સ્વાદ સુધારવા અજમાવો આ ઉપાય
ભારતીય ઘરોમાં ચા થી સવારની થાય છે, મહેમાનોના આગમન માટેનું આ બેસ્ટ પીણું છે.
કયારેક એવું થાય છે કે વધુ સ્વાદ મેળવવા ચા ખૂબ ઉકાળવામાં આવે તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે
કડવી ચા પીવાનું કોઈને પસંદ નથી, તો આવી ચાનો સ્વાદ સુધારવા માટે આ 3 યુક્તિઓ ચોક્કસ જાણી લો
દૂધની ચા કડવી થાય તો તેમાં તરત ગરમ ઉકાળેલું દૂધ ઉમેરો, આનાથી સ્વાદ સુધરશે અને રંગ આછો થશે, કડવાશ દૂર થશે.
ઘરે દૂધની તાજી ક્રીમને થોડી ચા સાથે મિક્સ કરો અને ચામાં રેડો, આનાથી કડવાશ દૂર થશે અને રંગ સુધરશે.
કડવી ચામાં એલચી ઉમેરી તાપ બંધ કરી ઢાંકીને 10 સેકન્ડ રાખો, તેમાં એલચીની સુગંધ ભળતા સ્વાદ સુધારશે, પછી માણો ચાનો આનંદ