પૂરતી ઊંઘ ન મળવાથી થાક, ચિડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.
સૂતા પહેલા મોબાઈલ-ટીવી જોવું અને મોડી સાંજે કેફીન જેમ કે ચા-કૉફી લેવાથી ઊંઘ બગડે છે.
રાત્રે વધુ પડતું ખાવાનું અથવા તણાવ પણ ઊંઘ ન આવવાનું કારણ બને છે.
સારી ઊંઘ માટે રોજ સૂવા અને ઊઠવાનો ચોક્કસ સમય નક્કી રાખો.
સૂવાના સમયે મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ઉપયોગ ઓછો કરો.
રૂમને શાંત, અંધારું અને આરામદાયક રાખો જેથી ઊંઘ સારી આવે.
દિવસ દરમિયાન લાંબી ઊંઘ (ઝપકી) લેવાનું ટાળો.
સૂતા પહેલા હળવું સંગીત સાંભળવું કે પુસ્તક વાંચવાથી મન શાંત રહે છે.
ઊંધવાનો ચોક્કસ ટાઇમ રાખો. તે સમયે ઉંઘી જ જવાનું રાખો.
જો લાંબા સમય સુધી ઊંઘ ન આવે અથવા થાક રહે તો ડોક્ટરની સલાહ લો.