કયા ફૂડ ફાઈબરથી ભરપૂર, આહારમાં કરો સામેલ
દૈનિક આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવા આ ખોરાકને ડાયેટમાં સામેલ કરો
રોજિંદા આહારમાં તમે ફાઈબરથી ભરપૂર આ ફૂડને સામેલ કરી કોલેસ્ટ્રોલ, બીપી જેવી સમસ્યા દૂર કરી શકો છો
લીલા વટાણા, પાલક, બ્રોકોલી, ભીંડા અને ગાજર જેવા શાકભાજી ફાઈબર માટેના શ્રેષ્ઠ વિકલ્પ છે
સફરજન અને નાશપતીને છોતરાં (છાલ) સાથે જ ખાવા, કારણ કે ફાઇબરનો મોટાભાગનો હિસ્સો છાલમાં હોય છે.
મગ, ચણા, રાજમા, તુવેર અને મસૂરની દાળ જેવા કઠોળ પ્રોટીનની સાથે ફાઈબર માટે પણ બેસ્ટ વિકલ્પ છે
બિસ્કીટ, બ્રેડ, સેન્ડવીચ જેવા મેંદાયુકત ખોરાકના બદલે સવારના નાસ્તામાં ઓટ્સ કે જવ ખાવા જોઈએ
ચિયા સીડ્સ, અળસી અને સૂરજમુખીના બીજને સલાડ કે દહીં સાથે ખાવાથી ફાઇબરનું પ્રમાણ ઝડપથી વધે છે.