મધમાખીઓ કેમ બનાવે છે મધ? શું મધ તેમની ઉલટી હોય છે?
મધ પ્રકૃતિનું એક મીઠું અને હેલ્ધી પદાર્થ છે.જેને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે.
લોકો વિચારે છે મધ મધમાખીની ઉલટી હોય છે પણ તે સાચુ નથી.
મધમાખીઓ મધ એટલા માટે બનાવે છે કે, શિયાળામાં અને ફુલ ન મળે તે સમયમાં તેમની પાસે ભોજન હોય.
મધ ઉર્જાથી ભરપૂર હોય છે અને લાંબા સમય સુધી ખરાબ થતું નથી. જેથી તેને સ્ટોર પણ કરી શકાય છે.
મધમાખીના શરીરમાં બે અલગ અલગ પેટ હોય છે એક પાચન માટે અને એક મધ રાખવા માટે.
ફુલોમાંથી જે રસ એકઠો કરવામાં આવે છે તે મધ વાળા પેટમાં જાય છે નહીં કે પાચનવાળા ભાગમાં.
એટલા માટે આ રસ અસલી અર્થમાં ઉલટી નથી, કારણકે તે પચાવવામાં આવતું નથી.
ટોળામાં ભેગી થઈ આ મધમાખી એકબીજાના મોંમાં આ રસ આપી પ્રોસેસ કરે છે અને એન્જાઈમ ઉમેરે છે.
તે બાદ તે પાંખથી હવા કરીને વધારાનું પાણી દૂર કરે છે. જેનાથી રસ ઘટ્ટ થઈને મધ બને છે.
આખી પ્રક્રિયા મહેનત, સહયોગ અને પ્રાકૃતિક બદલાવનું એક શાનદાર ઉદાહરણ છે. જેનાથી મધ તૈયાર થાય છે.