મોડી રાત્રે ખાવુ કેટલુ ખતરનાક ?

credits: Meta AI

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોડા જમવું એ ઘણા લોકોની રોજિંદી આદત બની ગઈ છે.

ડાયેટ એક્સપર્ટ્સના મતે, મોડા ખાવાની અસર દરેક વ્યક્તિની તબિયત અને લાઈફસ્ટાઈલ પર અલગ-અલગ થાય છે.

મોડા જમીને તરત સૂઈ જવાથી પેટનો એસિડ ઉપર આવે છે, જેનાથી છાતીમાં અને ગળામાં બળતરા થાય છે.

એસિડિટીની સમસ્યાથી બચવા માટે સૂવાના ઓછામાં ઓછા ૨ થી ૩ કલાક પહેલાં રાતનું ભોજન લેવું જોઈએ.

મોડા ભોજન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ ખોરવાઈ શકે છે.અનિયમિત સમયે ખાવાથી રાતની ઊંઘ બગડે છે

મોડી રાત્રે ખાતા પહેલાં એ સમજો કે ખરેખર ભૂખ લાગી છે કે માત્ર કંટાળો દૂર કરવા ખાઓ છો. એસિડિટી હોય તો રાત્રે વધુ તળેલું, ચીઝ, કે ભારે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું ટાળો.

રાત્રે ભૂખ લાગે તો ભારે ખોરાકની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ અથવા પ્લાન્ટ-બેઝ્ડ હળવો નાસ્તો કરવો વધુ સારો છે.

ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ ધરાવતો સંતુલિત નાસ્તો જ પસંદ કરવો જોઈએ .રાત્રે મોડા કંઈપણ ખાધા પછી દાંતની સફાઈ કરવી અને બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે.

દિવસભર પૂરતું ન ખાવું, તણાવ, પ્રોટીન-ફાઈબરની કમી કે વધુ પડતી કસરત રાત્રે ભૂખ લગાડી શકે છે.

More Web Stories

સ્ટ્રેસ લેવલ વધતા થાય અજીબ બેચેની અપનાવો આ સરળ ટીપ્સચોમાસામાં કયા ફળો ખાવા જોઈએશું દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી થાય છે કોઈ ફાયદો?, જાણોવરસાદી ઋતુમાં ગાર્ડનિંગની મજા, આ 5 છોડથી ઘર બનશે સુગંધિતView All