પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે વરદાન છે, પણ તેને સાચી માત્રામાં ખાવી ખૂબ જ જરૂરી છે.
બદામ પલાળવાથી તેનું કડક ફોતરુ સરળતાથી નીકળી જાય છે અને પાચનતંત્ર પર જોર પડતું નથી.
પલાળેલી બદામમાંથી શરીરને વિટામિન-E અને B-કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો વધુ પ્રમાણમાં મળે છે.
તેમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટને લાંબો સમય ભરેલું રાખે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એક સ્વસ્થ પુખ્ત વયની (Adult) વ્યક્તિએ રોજ સવારે 6 થી 8 પલાળેલી બદામ ખાવી જોઈએ.
નાના બાળકોને રોજ 2 થી 4 અને વૃદ્ધોને 4 થી 6 પલાળેલી બદામ આપવી ફાયદાકારક છે.
ભારે કસરત કે ફિઝિકલ એક્ટિવિટી કરનારા લોકો દિવસમાં 10 થી 15 બદામ ખાઈ શકે છે.
જરૂરિયાત કરતાં વધુ બદામ ખાવાથી શરીરમાં કેલરી વધે છે અને વજન વધી શકે છે.
વધારે બદામ ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને વિટામિન-E ના ઓવરડોઝથી ચક્કર આવી શકે છે.
રાત્રે બદામ પાણીમાં પલાળી, સવારે તેનું છોડું ઉતારીને ખાલી પેટે ચાવી-ચાવીને ખાવી સૌથી બેસ્ટ રીત છે.
Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે.વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.