ના કેવીટી, ના દુખાવો, બાળકોમાં આ આદતો કેળવો
બાળકો દાંતના સડો અને કેવીટીની સમસ્યાથી પીડાય છે, આમાંથી રાહત મેળવવા તેમનામાં મૌખિક સ્વચ્છતાની ટેવ કેળવો
બાળકોના દાંતમાં થતી કેવીટી રોકવા તેમને દિવસમાં બે વાર દાંત સાફ કરવાની આદત પાડો
સવારે ઉઠ્યા પછી અને સૂતા પહેલા બ્રશ કરવું, આમ કરવાથી દાંત વચ્ચે ફસાયેલા ખોરાકના કણો દૂર થાય છે અને સડો અટકે છે.
ભોજન બાદ બાળકોને કોગળા કરવા માટે પ્રોત્સાહિત કરો, જેથી ખોરાકના કણો મોંમાં જમા થતા અટકે
ફક્ત બ્રશ કરવું પૂરતું નથી, મૌખિક સ્વચ્છતામાં દાંત સાફ કર્યા પછી જીભ સાફ કરવાની આદત વિકસાવો.
ખાંડ દાંતમાં પોલાણનું મુખ્ય કારણ છે, બાળકોને ચોકલેટ, કેન્ડી, કોલ્ડ ડ્રિંક્સ ઓછું આપો, જેથી બેક્ટેરિયા ના થાય
બાળકોને દૂધ, દહીં, લીલા શાકભાજી, ફળો અને બદામ જેવા કેલ્શિયમયુક્ત ખોરાક આપો જે દાંતને મજબૂત રાખશે