રાત્રે જમ્યા પછી હળદર વાળુ દૂધ પીવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પાચનની સમસ્યાઓ હળવી થાય છે.
દૂધમાં રહેલા એમિનો એસિડ અને હળદરના ગુણો મગજને શાંત કરે છે, જેથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને ગાઢ ઊંઘ આવે છે.
આ દૂધ શરીરના ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર કાઢે છે, જેનાથી ત્વચા અંદરથી સાફ થાય છે અને કુદરતી ચમક આવે છે.
તે કુદરતી પેઈન કિલર તરીકે કામ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધા તથા સ્નાયુઓના દુખાવામાં આરામ આપે છે.
હળદરમાં રહેલું 'કર્ક્યુમિન' (Curcumin) એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોથી ભરપૂર હોય છે, જે ઈન્ફેક્શન અને મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
જો ગળામાં ખરાશ, શરદી કે કફ હોય તો ગરમ હળદરવાળું દૂધ પીવાથી ત્વરિત રાહત મળે છે.
રાત્રે જમ્યાના ઓછામાં ઓછા ૧ થી ૧.૫ કલાક પછી જ હળદરવાળું દૂધ પીવું જોઈએ.
રાત્રે સૂવાના ૩૦ મિનિટ પહેલાં આ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે.
મ્યા પછી તરત દૂધ પીવાથી બચવું જોઈએ, જેથી પાચનતંત્ર પર વધારાનો લોડ ન પડે.
જમ્યાના એક કલાક પછી પીવાથી શરીર હળદર અને દૂધના ગુણોને સંપૂર્ણ રીતે શોષી શકે છે.
સૂતા પહેલાં હળદર વાળુ દૂધ પીવાથી મન શાંત થાય છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.