કડવો નહી, મીઠો લીમડો પણ જાદુઇ ઔષધિ !

credits: Meta AI

મીઠા લીમડામાં 'મહાનિમ્બાઈન' નામનું આલ્કલોઇડ હોય છે, જે શરીરમાં જામી ગયેલી ચરબીને ઓગાળવામાં અને મેટાબોલિઝમ (પાચન શક્તિ) વધારવામાં મદદ કરે છે.

તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન A હોય છે. રોજ મીઠો લીમડો ખાવાથી આંખોની રોશની વધે છે અને નાની ઉંમરે ચશ્મા આવવાની શક્યતા ઘટે છે.

મીઠો લીમડો બ્લડ શુગર લેવલને નેચરલી કંટ્રોલમાં રાખે છે. તે શરીરમાં ઇન્સ્યુલિન બનાવતી કોશિકાઓને સક્રિય કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે.

જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત કે અપચો રહેતો હોય, તો મીઠા લીમડાના પાન ચાવવાથી પાચન ઉત્સેચકો (enzymes) સક્રિય થાય છે અને પેટ એકદમ સાફ રહે છે

મીઠા લીમડામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. તેને ખાવાથી અથવા તેના પાનને તેલમાં ઉકાળીને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે, ડેન્ડ્રફ મટે છે અને વાળ કાળા-ઘટાદાર બને છે.

જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય, તેમના માટે આ બેસ્ટ છે. તેમાં રહેલું આયર્ન લોહીનું પ્રમાણ ઝડપથી વધારે છે.

તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

રોજ મીઠો લીમડો ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો (Toxins) બહાર નીકળી જાય છે. તે લીવરને ઇન્ફેક્શન અને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે.

સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે 5-6 પાન ચાવીને ખાવા એ સૌથી ઉત્તમ રીત છે

. જો ચાવવા ન ગમે, તો તમે તેને દાળ-શાકના વઘારમાં અચૂક નાખો અને જમતી વખતે તેને બહાર કાઢવાને બદલે ખાઈ જાઓ!

More Web Stories

વ્યક્તિએ દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ?કિડનીની પથરીને અટકાવે છે આ એક પીણું!ટીશ્યુ પેપર હંમેશા સફેદ કેમ હોય છે? કારણ જાણીને નવાઇ પામશોહાર્ટ એટેકના 14 દિવસ પહેલા શરીર આપે છે આ સંકેતView All