લંચ બોક્સમાં આપવાના હેલ્ધી બ્રેકફાસ્ટ, બાળકો મોજથી ખાશે
શાળાએ જતા બાળકોને લંચબોક્સમાં હેલ્ધી ખોરાક આપો, જે તેમની ઇમ્યુનિટી બુસ્ટ કરશે
બાળકોને લંચબોક્સમાં બટાકાને બદલે ગાજર, બીટ, કોબીજ અને પનીરનું સ્ટફિંગ કરીને બનાવેલા વેજીટેબલ પરાઠા સ્વાદ અને સ્વાસ્થ્ય બંને આપે છે.
પાલક-મેથીના થેપલા, લોટ બાંધતી વખતે તેમાં પાલક કે મેથીની પ્યુરી ઉમેરીને બનાવેલા પોચા થેપલા ન્યુટ્રિશનથી ભરપૂર અને લાંબો સમય સારા રહે છે.
ઓટ્સ અથવા સોજીના ઉત્તપમ,ઓટ્સ કે સોજીના ખીરામાં ટામેટાં, ડુંગળી અને કોથમીર ઉમેરીને નાના કદના સોફ્ટ ઉત્તપમ લંચ બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે.
પનીર ભુરજી રોલ, ઘઉંની રોટલીમાં પ્રોટીનથી ભરપૂર પનીર ભુરજી અને લીલા શાકભાજી સ્ટફ કરીને રોલ બનાવવાથી બાળકો તેને સરળતાથી ખાઈ શકે છે.
મગની દાળના ચીલા, પ્રોટીનથી ભરપૂર મગની દાળને પલાળી, પીસીને બનાવેલા ચીલા પચવામાં હળવા અને હેલ્ધી હોય છે.
વેજીટેબલ ઉપમા, સોજીમાં ઝીણા સમારેલાં ગાજર, વટાણા અને કેપ્સિકમ ઉમેરીને બનાવેલો ઉપમા ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે.