અપરાજિતા, આ વાદળી ફૂલ ગંભીર બીમારીનો કાળ
ઘરની શોભા વધારતા આ અપરાજિતાના વાદળી ફૂલ ફક્ત સુંદર જ નહીં સ્વાસ્થ્ય માટે જબરજસ્ત ફાયદાકારક છે
અપરાજિતાના ફૂલની ચા પીવાથી મગજ શાંત થાય છે અને માનસિક તણાવ તેમજ ચિંતા (Anxiety) દૂર કરવામાં મદદ મળે છે.
આ ફૂલનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને ગેસ, એસિડિટી તથા અપચા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
આ ફૂલમાં રહેલા પોષક તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
અપરાજિતાનું ફુલનું સેવન શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને શરીરને ડિટોક્સ (ટોક્સિન્સ બહાર કાઢવા) કરે છે.
અપરાજિતાના ફુલના જયુસમાં રહેલા ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને ગ્લોઇંગ બનાવે છે અને વાળને મજબૂત કરી ખરતા અટકાવે છે.
આ ફૂલ ઔષધીથી ઓછું નથી, તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ડાયાબીટીસ, એન્ટી કેન્સર જેવા ઘણા ગુણો સ્વાસ્થ્ય માટે વરદાન છે