પાણીની બોટલ કેટલા દિવસમાં બદલવી જોઈએ
દરરોજના જીવનમાં વિવિધ પ્રકારના પાણીની બોટલ ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેને કયારે બદલવી તે જાણવું જરૂરી છે
વારંવાર ઉપયોગમાં લેવાતી બોટલોમાં બેક્ટેરિયા થાય અથવા તેમાં તિરાડો કે સ્ક્રેચ દેખાય તો તરત નવી બોટલ લો.
પાણી પીવામાં વપરાતી સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ ટાળો,
પાણીની પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય છે, તો તરત જ નવી બોટલ લો.
તાંબાની બોટલમાં જયારે અંદર લીલાશ પડતો ક્ષાર જામી જાય અને સાફ કર્યા પછી પણ ન નીકળે, તો બદલી કાઢો
સ્ટીલ અને તાંબાની બોટલ નિયમિત સાફ કરો છો, તો તે લાંબો સમય એટલે કે ૨ થી ૩ વર્ષ કે તેથી વધુ ચાલી શકે છે.
ઇન્સ્યુલેટેડ બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, તો કેપ અથવા બોટલ બદલો.
કાચની બોટલ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે, ક્યાંયથી તૂટી કે ક્રેક ના પડે ત્યાં સુધી વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો.