શું ફેસ પર બરફ લગાવવાથી સાચે જ ગ્લો આવે છે? જાણી લો આ આઈસ મસાજની સાચી રીત
બરફ લગાવવાથી ચહેરાની નસો સંકોચાય છે અને પછી લોહીનો પ્રવાહ ઝડપથી વધે છે. આનાથી ત્વચામાં નેચરલ ગ્લો આવે છે.
જો ચહેરા પર લાલ કલરના મોટા ખીલ થયા હોય, તો બરફ લગાવવાથી તેનો સોજો અને દુખાવો ઓછો થાય છે. તે ખીલના કદને પણ નાનું કરે છે.
મોટા અને ખુલ્લા છિદ્રોમાં ધૂળ-માટી જમા થવાથી બ્લેકહેડ્સ થાય છે. બરફ લગાવવાથી ત્વચાના છિદ્રો સંકોચાય છે, જેથી સ્કિન ટાઈટ અને સ્મૂધ બને છે.
સવારે ઉઠ્યા પછી જો આંખો ફૂલેલી દેખાતી હોય કે આંખોની નીચે કાળા કુંડાળા હોય, તો હળવા હાથે બરફ મસાજ કરવાથી તુરંત આરામ મળે છે.
નિયમિત બરફનો ઉપયોગ કરવાથી ત્વચા ટાઈટ રહે છે, જેના કારણે ફાઈન લાઈન્સ અને કરચલીઓ વહેલી આવતી નથી.
મેકઅપ કરતા પહેલા ચહેરા પર બરફ લગાવવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકે છે અને ઓઈલ કંટ્રોલ થાય છે.