કેળું સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે, પણ તેને ગમે તે સમયે ખાવાથી નુકસાન થઈ શકે છે.
કેળામાં ભરપૂર કાર્બોહાઇડ્રેટ હોય છે, જે સવારના સમયે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
તેમાં રહેલું પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ સ્નાયુઓને મજબૂત રાખે છે અને થાક દૂર કરે છે.
કેળામાં રહેલું 'ટ્રિપ્ટોફેન' એમિનો એસિડ મગજમાં સેરોટોનિન હોર્મોન વધારે છે, જેથી ઊંઘની ક્વોલિટી સુધરે છે.
સવારે ભૂખ્યા પેટે ભૂલથી પણ કેળું ન ખાવું જોઈએ, તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
મિલ્કશેક કે દૂધ સાથે કેળું ખાવાથી પાચનની સમસ્યા, ઉબકા-ઉલ્ટી અને અચાનક વજન વધી શકે છે.
ઓફિસ કે કોલેજથી આવ્યા પછી સાંજે ૪ થી ૬ વચ્ચે કેળું ખાવું હેલ્ધી સ્નેક્સનો બેસ્ટ ઓપ્શન છે.
તેમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધુ હોવાથી તે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
કેળામાં ડાયેટરી ફાઇબર પુષ્કળ હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરી પાચનતંત્ર સુધારે છે.
જો તમને કફ કે સાઇનસની સમસ્યા હોય, તો રાતના સમયે કેળું ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ.
Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે.વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.