જાણો કયા ખોરાક લીવરને ખરાબ કરે છે
લીવર આપણા શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, ખોટી ખાનપાનની આદતો તેને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
પિઝા, બર્ગર અને જંક ફૂડ, આ ફાસ્ટ ફૂડમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે લીવર પર જમા થઈને બળતરા પેદા કરે છે.
આહારમાં સોડિયમ અથવા મીઠાનું વધારે પ્રમાણ શરીરમાં પાણી ભરાઈ રહેવા ની સમસ્યા પેદા કરે છે, જે લીવર માટે નુકસાનકારક છે.
સમોસા, કચોરી કે ફ્રેન્ચ ફ્રાઈસ જેવો વધુ પડતો તળેલો ખોરાક લીવરમાં સોજો લાવી શકે છે.
મેંદામાંથી બનેલી વસ્તુઓ જેમ કે વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને બિસ્કિટ લોહીમાં શુગર વધારે છે અને લિવરમાં ફેટમાં રૂપાંતરિત થાય છે.
કાર્બોનેટેડ ડ્રિંક્સ અને પેકેજ્ડ જ્યુસમાં રહેલી હાઈ-ફ્રુક્ટોઝ કોર્ન સીરપ લીવરને નબળું પાડે છે અને ફેટી લીવરની સમસ્યા સર્જે છે
વધુ પડતી મીઠાઈઓ, આઈસ્ક્રીમ અને કેન્ડી ખાવાથી શરીરમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધે છે, તેનાથી લીવરમાં ચરબી જમા થાય છે