સુગર નિયંત્રણ રાખવા દરરોજ કેટલી કેરી ખાવી જોઈએ
ડાયાબિટીસ અથવા બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા માટે કેરી ખાતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
સુગર નિયંત્રણમાં રાખવા દિવસમાં અંદાજે ૪ થી ૫ ટુકડા આશરે ૭0 થી ૮0 ગ્રામથી વધુ કેરી ન ખાવી જોઈએ
કેરીનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ મધ્યમ (૫૧ થી ૫૬) હોય છે, તેથી મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો લોહીમાં સુગર એકદમ વધતી નથી.
કેરીને ક્યારેય લંચ કે ડિનરની સાથે કે તરત જ પછી ન લેવી જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં એકસાથે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી જાય છે.
કેરીનો રસ પીવાના બદલે તેને કાપીને ચાવીને ખાવી વધુ હિતાવહ છે, જેથી તેમાં રહેલા ફાઈબર શરીરમાં સુગરના શોષણને ધીમું કરે.
કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તા અને લંચની વચ્ચે (મિડ-મોર્નિંગ) અથવા સાંજના નાસ્તા તરીકેનો છે.
તમે કેરીના ટુકડા સાથે બદામ, અખરોટ અથવા પલાળેલા ચિયા સીડ્સ જેવી પ્રોટીન-યુક્ત વસ્તુઓ લેશો, તો ગ્લુકોઝ લેવલ અચાનક સ્પાઈક નહીં થાય.
જે દિવસે તમે કેરી ખાધી હોય તે દિવસે શારીરિક પ્રવૃત્તિ જેમ કે મોર્નિંગ કે ઈવનિંગ વોક અચૂક રાખો જેથી કેલરી અને સુગર બેલેન્સ થઈ જાય.