આંતરરરાષ્ટ્રીય યોગ દિવસ, વજન ઉતારવા મહિલાઓ માટે આ યોગ શ્રેષ્ઠ
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, ત્યારે જાણીએ કે મહિલાઓ માટે વજન ઉતારવા કયા યોગ શ્રેષ્ઠ છે
સૂર્ય નમસ્કાર, આ એક સંપૂર્ણ બોડી વર્કઆઉટ છે, જે મેટાબોલિઝમ વધારે છે અને આખા શરીરની ચરબી ઝડપથી ઘટાડે છે.
ધનુરાસન, આ આસન પેટ, સાથળ અને છાતીના સ્નાયુઓ પર દબાણ લાવીને આખા શરીરને ટોન કરે છે અને પાચનતંત્ર સુધારે છે.
ભુજંગાસન (કોબ્રા પોઝ), તે પેટના ભાગને સ્ટ્રેચ કરીને ત્યાંનું ફેટ ઘટાડે છે અને સાથે જ મહિલાઓમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
કપાલભાતિ પ્રાણાયામ, તે પેટના સ્નાયુઓને સક્રિય કરે છે અને પેટની આસપાસ જમા થયેલી હઠીલી ચરબી (બેલી ફેટ) ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.
ત્રિકોણાસન, આ આસન કમર અને સાથળના ભાગેથી વધારાની ચરબી દૂર કરે છે અને શરીરને સુંદર આકાર આપે છે.