ચોમાસામાં ચહેરા માટે આ ક્રીમ છે બેસ્ટ
ચોમાસામાં હવામાં ભેજ વધુ હોવાથી ત્વચા ચીકણી થાય છે, તેથી યોગ્ય ફેસ ક્રીમ પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઋતુમાં ત્વચાને ચીકણી થતી રોકવા માટે ભારે ક્રીમને બદલે હળવી જેલ-બેઝ્ડ અથવા વોટર-બેઝ્ડ ક્રીમ વાપરવી જોઈએ.
ત્વચામાં ભેજનું સંતુલન જાળવી રાખવા માટે હાઈડ્રોલિક એસિડ યુક્ત મોઇશ્ચરાઇઝર બેસ્ટ ગણાય છે.
ત્વચાને કુદરતી રીતે ઠંડક આપવા અને ઇન્ફેક્શનથી બચાવવા માટે એલોવેરા અને લીમડાના ગુણો ધરાવતી ક્રીમ ફાયદાકારક છે.
વાદળછાયા વાતાવરણમાં પણ યુવી કિરણોથી બચવા માટે નોન-કોમેડોજેનિક સનસ્ક્રીન ક્રીમ લગાવવી જોઈએ.
રાત્રે ત્વચાના રીપેરિંગ માટે વિટામિન સી અથવા નાયાસીનામાઇડ ધરાવતી લાઈટ નાઈટ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.