બ્લેક કોફી પીવાનો આ છે યોગ્ય સમય

સવારે ઉઠયા બાદ તરત જ શરીરમાં 'કોર્ટિસોલ' (સ્ટ્રેસ હોર્મોન) લેવલ પહેલેથી જ હાઈ હોય છે, તેથી તરત બ્લેક કોફી પીવાનું ટાળવું જોઈએ.

સવારે ઉઠ્યાના 2 થી 3 કલાક પછી, જ્યારે કોર્ટિસોલનું સ્તર નીચે જાય છે, ત્યારે બ્લેક કોફી પીવાથી સૌથી વધુ એનર્જી અને ફોકસ મળે છે.

જીમ અથવા કસરત શરૂ કરવાના 30 થી 45 મિનિટ પહેલાં બ્લેક કોફી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ફેટ બર્નિંગ (વજન ઘટાડવા)માં મદદ મળે છે.

બપોરના જમ્યા પછી આવતી આળસ કે સુસ્તીને દૂર કરવા માટે આ સમયગાળામાં બ્લેક કોફી પીવી ફાયદાકારક સાબિત થાય છે.

સાંજે 4 કે 5 વાગ્યા પછી બ્લેક કોફી ન પીવી જોઈએ, કારણ કે તેમાં રહેલું કેફીન તમારી રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

જો તમને એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો બિલકુલ ખાલી પેટે બ્લેક કોફી પીવાને બદલે સવારના હળવા નાસ્તા પછી જ તેનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

More Web Stories

કડવો નહી, મીઠો લીમડો પણ જાદુઇ ઔષધિ !વ્યક્તિએ દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ?કિડનીની પથરીને અટકાવે છે આ એક પીણું!ટીશ્યુ પેપર હંમેશા સફેદ કેમ હોય છે? કારણ જાણીને નવાઇ પામશોView All