પ્રેગનન્સીમાં કમર અને પીઠના દુખાવામાં રાહત મેળવવા આટલું કરો
પ્રેગનન્સીમાં શરીરમાં ફેરફાર થતા મહિલાઓને કમર અને પીઠના દુખાવાની સમસ્યા થાય છે, જેમાં રાહત મેળવવા આટલું કરો
પ્રેગનન્સીમાં બેસતી વખતે કે ઉભા રહેતી વખતે પીઠને સીધી રાખો અને યોગ્ય ટેકા માટે પાછળ કુશન કે ઓશીકાનો ઉપયોગ કરો.
ડૉક્ટરની મંજૂરીથી દરરોજ હળવું ચાલવાનું રાખો અને ગર્ભાવસ્થાના સુરક્ષિત આસનો કે સ્ટ્રેચિંગ કરો.
ગર્ભાવસ્થાના સમયમાં પેટના વધતા વજનને ટેકો આપવા માટે ડોક્ટરની સલાહ મુજબ મેટરનિટી બેલ્ટ પહેરવો જોઈએ.
હીલ્સવાળા સેન્ડલ બિલકુલ ન પહેરો અને ગાદીવાળા તેમજ આરામદાયક ફ્લેટ ચંપલનો જ ઉપયોગ કરો.
ગર્ભાવસ્થામાં ટ્રાવેલિંગ કરવામાં ધ્યાન રાખવું, હંમેશા ટટ્ટાર બેસો અને લાંબો સમય એક જ સ્થિતિમાં ઊભા રહેવાનું ટાળો.