માટીના વાસણો સફાઈ કરવાની ટીપ્સ, લાંબો સમય નવા રહેશે

માટલું, કૂંડ઼ા, કોડિયા જ નહીં, કઢાઈથી લઈને કૂકર સહિત બજારમાં વિવિધ પ્રકારના માટીના વાસણ મળે છે

માટીના વાસણ ખોરાક માટે બેસ્ટ છે, પરંતુ તેની કેવી રીતે સફાઈ કરવી તેને લઈને મૂંઝવણ છે આ ટીપ્સ તમને કામ લાગશે

માટીના વાસણને સાફ કરવા માટે હૂંફાળા અથવા ગરમ પાણી સાથે નાળિયેરના કૂચા અથવા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો વધુ બેસ્ટ છે

માટીના વાસણમાં ખોરાક ચોંટી ગયો હોય, તો વાસણમાં થોડું પાણી અને 1-2 ચમચી બેકિંગ સોડા ઉમેરીને તેને 5-10 મિનિટ માટે ગેસ પર ધીમા તાપે ઉકાળો. તેનાથી ચોંટેલો ખોરાક સરળતાથી ઉખડી જશે.

માટીના વાસણમાં ચીકાશ કે ડાઘ વધારે હોય, તો તેમાં થોડો બેકિંગ સોડા અથવા લાકડાની રાખ (Ash) નાખીને સ્ક્રબ કરવાથી વાસણ એકદમ ચોખ્ખું થઈ જાય છે અને દુર્ગંધ પણ દૂર થાય છે.

માટીના વાસણો ધોયા પછી તેમાં ભેજ ન રહે માટે તેને કોરા કપડાથી લૂછીને થોડીવાર તડકામાં અથવા ખુલ્લી હવામાં સંપૂર્ણપણે સુકાવા દો.

More Web Stories

લંચ બોક્સમાં આપવાના હેલ્ધી બ્રેકફાસ્ટ, બાળકો મોજથી ખાશેપેટથી લઇને ઇમ્યુનિટી વધારવા, ખાઓ આ સુપરફૂડવર્કઆઉટ કયા સમયે કરવું સૌથી વધારે હિતાવહ?જાણો કેમ...ઓફિસ માટે બેસ્ટ હાઈ-પ્રોટીન હેલ્ધી સ્નેક્સView All