- ઇઝરાયલના 1800થી વધુ નાગરિકોનાં મોત
- ગાઝાના 2800થી વધુ લોકોનાં મોત
- હમાસના 7 મોટા આતંકીઓને ઇઝરાયલે કર્યા ઠાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 10મા દિવસે પણ હવાઈ હુમલા, બોમ્બ ધડાકા, રોકેટ અને સાયરનનો અવાજ ચાલુ રહ્યો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 4600થી વધુ લોકો માર્યા ગયા છે અને બંને પક્ષો તરફથી ધમકીઓને કારણે હુમલા અને મૃત્યુની સંખ્યામાં વધારો થવાની ખાતરી છે. આ દરમિયાન ગાઝાના લાખો લોકો માટે ખોરાક, પાણી, દવા અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોનું સંકટ વધુ ઊંડું બન્યું છે.
ગાઝાના 2800થી વધુ લોકોનાં મોત
ઇઝરાયલ હમાસનું યુદ્ધ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે યુદ્ધને કારણે મૃત્યુઆંક 4600ને પાર થયો છે.ઇઝરાયલના 1800થી વધુ નાગરિકોનાં મોત થયા જ્યારે ગાઝાના 2800થી વધુ લોકોનાં મોત છે. હમાસે બંધક બનાવેલા 22 નાગરિકોનાં મોત છે. હમાસના 7 મોટા આતંકીઓને ઇઝરાયલે ઠાર કર્યા છે.સાથે જ ગાઝા પટ્ટી પર ઇઝરાયલ જમીની કાર્યવાહી કરશે.
અહેવાલ મુજબ, રાત્રે લગભગ 9 વાગે હમાસે દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલના તેલ અવીવ અને જેરુસલેમ પર મિસાઈલ છોડી હતી. આ હુમલા હમાસના અલ કાસિમ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યા હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા નાગરિકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેલ અવીવ અને જેરુસલેમમાં હાજર પત્રકારોએ જણાવ્યું કે સાયરનનો અવાજ સતત સંભળાઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ઇઝરાયલ હમાસનું યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કેટલાક ખાસ દેશોની મુલાકાતે જવાના છે જેમાં ઈઝરાયેલ, જોર્ડન, અમ્માનનો સમાવેશ થાય છે. જ્યાં એક તરફ ઈરાન પણ ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ હિઝબુલ્લાએ પણ મોરચો ખોલી દીધો છે. આ બધાની વચ્ચે ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે લડાઈ પાક્કું થશે.