- પાકિસ્તાનમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે રાજકીટ તણાવ વધ્યો
- PTI અને PML-Nના નેતાઓ વચ્ચે થઇ માથાકૂટ
- ઈમરાન ખાન પર લશ્કરી સંસ્થાન સાથે ગેરવર્તણૂકના આરોપમાં થઇ મારપીટ
પોલિટિકલ ટોક શોમાં તમે મોટાભાગે જોયા હશે કે દિગ્ગજ નેતાઓને દેશના ગંભીર મુદ્દાઓ પર સલાહ આપતા જોયા હશે કે પછી અલગ-અલગ પાર્ટીઓના નેતાઓએ એકબીજાની ખામીઓ અને આરોપ કરતા પણ જોયા હશે. તેવામાં વિવિધ મુદ્દાઓને લઇ નેતાઓ આમને સામે આવીને ચાલુ શોમાં મારપીટ કરતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટના પાકિસ્તાની ચેનલના રાજકીય ટોક શોમાં બની છે.
પાકિસ્તાનમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું
મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં એક રાજકીય ટોક શોમાં 2 રાજકારણીઓ વચ્ચેની ચર્ચા અને વાત-વિવાદે જોર પકડ્યું હતું. જેના કારણે નેતાઓ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી પર ઉતરી ગયા હતા. 2 રાજકારણીઓમાં ઈમરાન ખાનની PTI સાથે સંકળાયેલા વકીલ શેર અફઝલ મારવત અને નવાઝ શરીફની PML-Nના સેનેટર અફનાન ઉલ્લાહ વચ્ચે ઉગ્ર બબાલ થઇ હતી. સમગ્ર ઘટનામાં જ્યારે સેનેટર અફનાન ઉલ્લા ખાને PTIના વડા ઈમરાન ખાન પર લશ્કરી સંસ્થાન સાથે ગેરવર્તણૂક અને ગુપ્ત ચર્ચાઓ કરવાનો આરોપ મૂક્યો હતો, ત્યારે મામલો બીચકાયો હતો ઉગ્ર બોલાચાલી સાથે વિવાદે જોર પકડ્યું હતું. બન્ને નેતા Live શોમાં આમને સામને આવી ગયા હતા. આ
ઈમરાન ખાન પર લશ્કરી સંસ્થાન સાથે ગેરવર્તણૂકના આરોપ મુદ્દે બબાલ
આ ઘટના બાદ બંને રાજકારણીઓએ તેમની કાર્યવાહીનો બચાવ કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સેનેટર અફનાન ઉલ્લા ખાને અહિંસામાં વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ નવાઝ શરીફના સૈનિક તરીકેની તેમની કાર્યવાહીનો બચાવ કર્યો. તેણે લખ્યું, "ગઈકાલે ટોક શોમાં મારવતે મારા પર હુમલો કર્યો, હું અહિંસામાં માનું છું પરંતુ હું નવાઝ શરીફનો સૈનિક છું. મારવત પર રમાયેલી રાજકિય ષડયંત્ર તમામ PTI અને ખાસ કરીને ઈમરાન ખાન માટે મહત્વની સીખ છે. નેતાઓના વિવાદને લઇ લોકોમાં ચર્ચાઓ અનેક ચાલી રહી છે. આમ, Live ટીવી શોમાં થયેલી માથાકૂંટમાં મારામારી થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.