- UKમાં યોજાયેલી AI સેફ્ટી સમિટમાં 28 દેશોની હાજરી
- વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા
- AIથી થતા જોખમોનું આંકલન કરવા સમજુતી પર હસ્તાક્ષર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં ભારત અને યુરોપિયન યુનિયન સહિત અન્ય 27 દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા પ્લેટફોર્મ પર એકસાથે આવ્યા હતા. યુનાઇટેડ કિંગડમમાં એક બેઠક યોજાઇ હતી જેમાં તમામ 27 દેશોએ સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા.
વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને AI મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત સહિત 27 અન્ય દેશો અને યૂરોપીય સંઘે AIથી થતા જોખમોનું આંકલન કરવા એક થઈને કામ કરવાની સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.
આ દેશોના પ્રતિનિધિઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં પ્રતિનિધિત્વ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચિલી, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, નેધરલેન્ડ, નાઈજીરિયા, ફિલિપાઈન્સ, કોરિયાનો સમાવેશ થાય છે. રિપબ્લિક ઓફ રવાન્ડા, સિંગાપોર, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી, યુક્રેન, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સહિતના દેશો સામેલ હતા.
બેઠકમાં 28 દેશોએ ભાગ લીધો
UK સરકાર દ્વારા નિવેદન જાહેર કરાયું છે, જેમાં ધ બૈલેચલે ડિક્લેરેશન શીર્ષકના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે, યુરોપીય સંઘ સહિત 28 દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત એઆઈથી ઉભા થનારા ખતરાઓ અંગે પણ ગંભીર ચેતવણી જારી કરી છે. યુકેના નિવેદનમાં જણાવાયું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી જરૂરી અને જોખમ ઉભી કરતું હોવાથી 28 દેશોએ AIથી ઉભી થતી તકો, જોખમો અને ફ્રન્ટિયર મામલે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરીયાત પર સહમત થયા છે.
AIથી 30 કરોડ નોકરીઓ જોખમમાં
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરો વ્યાપક છે પણ વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફર્મ ગોલ્ડમેન સાક્સે એઆઈના કારણે ભવિષ્યમાં રોજગારી પર શું અસર પડશે તેનો લગભગ છ મહિના પહેલાં એક રિપોર્ટ બહાર પાડેલો. આ રીપોર્ટમાં આગાહી કરેલી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં 30 કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે 30 કરોડ લોકો બેકાર થઈ જશે. વિશ્વમાં અત્યારે કુલ વર્કફોર્સ 338 કરોડ લોકોની છે. મતલબ કે, દુનિયામાં 338 કરોડ લોકો જુદાં જુદાં કામો સાથે સંકળાયેલાં છે. આ વર્કફોર્સમાંથી 30 કરોડ એટલે કે લગભગ 8 ટકા લોકો AIના કારણે બેકાર થઈ જશે એવો રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
AIના ઉપયોગમાં વધારો થઈ શકે છે
બ્લેચલી પાર્કની જાહેરાતમાં હાઉસિંગ, રોજગાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, ઍક્સેસ, ન્યાય જેવા દૈનિક દિનચર્યાના વિવિધ ક્ષેત્રોમાં AI સિસ્ટમના મહત્વની પણ નોંધ લેવામાં આવી હતી અને જણાવ્યું હતું કે તેમના ઉપયોગથી વૃદ્ધિ થવાની સંભાવના છે. AI જોખમોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે સંબોધવામાં આવશે અને વહેંચાયેલ ચિંતાના AI સુરક્ષા જોખમોને ઓળખવા અને આ જોખમોની વહેંચાયેલ વૈજ્ઞાનિક અને પુરાવા-આધારિત સમજ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવશે.